taaraa sogan men kaliimaathii suman joyun chhe - Muktak | RekhtaGujarati

તારા સોગન મેં કળીમાંથી સુમન જોયું છે

taaraa sogan men kaliimaathii suman joyun chhe

યુસુફ બુકવાલા યુસુફ બુકવાલા
તારા સોગન મેં કળીમાંથી સુમન જોયું છે
યુસુફ બુકવાલા

તારા સોગન મેં કળીમાંથી સુમન જોયું છે,

મેં ઉદય થઈને થતું અસ્ત જીવન જોયું છે,

તારું સૌંદર્ય દઈ શકશે કદી મુજને ફરેબ

તારા બચપણનું મેં નિર્દોષ વદન જોયું છે!

સ્રોત

  • પુસ્તક : કવિતા : મે-જૂન, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન