શું થયું?
shu thayu?
અમૃત ઘાયલ
Amrut Ghayal

જમશેદનીય વાત કરી, જામની કરી,
એ પણ તમે કહ્યું કે સિકંદરનું શું થયું;
‘ઘાયલ’ વિશે કશું જ તમે બોલતા નથી,
એ તો કહો, એ મસ્ત કલંદરનું શું થયું?
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : નીતિન વડગામા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022