pratibimb - Muktak | RekhtaGujarati

પ્રતિબિંબ

pratibimb

યુસુફ બુકવાલા યુસુફ બુકવાલા
પ્રતિબિંબ
યુસુફ બુકવાલા

તમે રીતે દિલમાં ઘર કરીને રહી ગયાં છો કે,

તમોને જોઉં છું એક એક સુમનની પાંખડીમાં હું

નથી જોતો તમારાં રૂપને હું ધારી ધારીને

પ્રતિબિંબ મારું શોધું છું તમારી આંખડીમાં હું.

સ્રોત

  • પુસ્તક : કવિતા : મે-જૂન, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન