શી ખોટ?
shi khot?
રામપ્રસાદ શુક્લ
Ramprasad Shukla
રામપ્રસાદ શુક્લ
Ramprasad Shukla
તારે જો બેસવાને જનસમૂહ વિષે એક ખૂણોય લાધે,
ગાવા બે ચાર ગીતો ઘડીક પણ મળે તાલ વ્હેતા ઝરાનો,
સૂવાને ગોદડી જે મહીંથી નિરખવાં ઘૂમતાં વ્યોમ ચક્રો,
ખાવાને રોટલા બે, જીવન મહીં પછી ખોટ શી, ભાઈ તારે
કે તું રે ના વહાવે જીવનરસ દુઃખો સૃષ્ટિનાં ફેડવાને?
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 119)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
