તાજમહાલ(નો ફોટોગ્રાફ જોતાં)
Tajmahal(no Photograph Jota)
શેખાદમ આબુવાલા
Shekhadam Abuwala

દમકતો ને ચમકતો શા’જહાંનો મ્હેલ જોવા દે
મને ધનવાન મજનૂંએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
damakto ne chamakto sha’jahanno mhel jowa de
mane dhanwan majnune karelo khel jowa de
pradarshan kaj jeman prem kedi chhe jamanathi
mane e khubasurat paththroni jel jowa de
damakto ne chamakto sha’jahanno mhel jowa de
mane dhanwan majnune karelo khel jowa de
pradarshan kaj jeman prem kedi chhe jamanathi
mane e khubasurat paththroni jel jowa de

સ્રોત
- પુસ્તક : દીવાન-એ-આદમ (પૃષ્ઠ ક્રમાંક 57)
- સર્જક : શેખાદમ આબુવાલા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1992