nihaali'ti pratham najare, hajii aevii ne aevii chhe - Muktak | RekhtaGujarati

નિહાળી'તી પ્રથમ નજરે, હજી એવી ને એવી છે

nihaali'ti pratham najare, hajii aevii ne aevii chhe

વિહંગ વ્યાસ વિહંગ વ્યાસ
નિહાળી'તી પ્રથમ નજરે, હજી એવી ને એવી છે
વિહંગ વ્યાસ

નિહાળી'તી પ્રથમ નજરે, હજી એવી ને એવી છે.

ક્ષણો એવી નથી પણ શાશ્વતી એવી ને એવી છે.

મને જોઈને ક્યારેક બે કાંઠે છલકતી'તી,

આંખોમાં ઉમળકાની નદી એવી ને એવી છે.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ