marta sudhi na bhulo - Muktak | RekhtaGujarati

મરતાં સુધી ન ભૂલો

marta sudhi na bhulo

જયંત શેઠ જયંત શેઠ
મરતાં સુધી ન ભૂલો
જયંત શેઠ

મરતાં સુધી ન ભૂલો, એવું અહીં જિગર છે

ઝંખે નજર સદાયે એવી મીઠી નજર છે

આંખો મહીં વસો કે, આવી વસો જિગરમાં

એ પણ તમારું ઘર છે, આ પણ તમારું ઘર છે

સ્રોત

  • પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : (પુનર્મુદ્રણ)