mane laagyun ke maaro prem ektaraphii ja chhe nahitar - Muktak | RekhtaGujarati

મને લાગ્યું કે મારો પ્રેમ એકતરફી જ છે નહિતર

mane laagyun ke maaro prem ektaraphii ja chhe nahitar

યુસુફ બુકવાલા યુસુફ બુકવાલા
મને લાગ્યું કે મારો પ્રેમ એકતરફી જ છે નહિતર
યુસુફ બુકવાલા

મને લાગ્યું કે મારો પ્રેમ એકતરફી જ છે નહિતર

ઘણાં વર્ષો સુધી જોયું તમોને લાગણી ન્હોતી

તમે અજવાળું પાથરતાં રહ્યાં મુજ માર્ગમાં ત્યારે

કે જ્યારે મારી આંખોમાં જરા પણ રોશની ન્હોતી.

સ્રોત

  • પુસ્તક : કવિતા : મે-જૂન, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન