મેં નદી પાસેથી માંગી હતી નિર્મળતા; મળી
men nadii paasethii maangii hatii nirmaltaa; malii

મેં નદી પાસેથી માંગી હતી નિર્મળતા; મળી
men nadii paasethii maangii hatii nirmaltaa; malii
યુસુફ બુકવાલા
Yusuf Bookwala

મેં નદી પાસેથી માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી?



સ્રોત
- પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠ ઍન્ડ કંપની
- વર્ષ : 2015
- આવૃત્તિ : પુનર્મુદ્રણ