કિસ્સો કેવો સરસ મજાનો છે
kisso kevo saras majaano chhe
મુકુલ ચોક્સી
Mukul Choksi
કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે.
સ્રોત
- પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 149)
- સંપાદક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2015
- આવૃત્તિ : પુનર્મુદ્રણ