paliya ne betha kari saku chhu - Muktak | RekhtaGujarati

પાળિયાને બેઠા કરી શકું છું

paliya ne betha kari saku chhu

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
પાળિયાને બેઠા કરી શકું છું
અમૃત ઘાયલ

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું,

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;

મારી શાયરી યે સંજીવની છે ‘ઘાયલ’,

શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022