katar ane soy - Muktak | RekhtaGujarati

કાતર અને સોય

katar ane soy

દલપતરામ દલપતરામ
કાતર અને સોય
દલપતરામ

(ઇન્દ્રવિજય)

એક વંશ વિષે ઊપજ્યાં, સહવાસ સદૈવ નિવાસ વસાવે;

એક ગુરુ ઉપદેશ તથાપિ, મિજાજ કદી મળતો નહિ આવે.

દેખી જુઓ દલપત્ત કહે, દરજી તણી પેઢી વિષે દરશાવે;

કાતર કાપી કરે અળગાં, પણ સોય સદૈવ સલાહ કરાવે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ