jara tu mari upar bharoso rakhine to jo - Muktak | RekhtaGujarati

જરા તું મારી ઉપર ભરોસો રાખીને તો જો

jara tu mari upar bharoso rakhine to jo

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
જરા તું મારી ઉપર ભરોસો રાખીને તો જો
ઉદયન ઠક્કર

જરા તું મારી ઉપર ભરોસો રાખીને તો જો,

શું કામ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ?

સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો?

છતાં ગોતી લે છે એની રીતે, એના રસ્તાઓ

સ્રોત

  • પુસ્તક : ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કવ્યો (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012