hu jivine vicharu chhu - Muktak | RekhtaGujarati

હું જીવીને વિચારું છું

hu jivine vicharu chhu

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
હું જીવીને વિચારું છું
અમૃત ઘાયલ

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું.

ઉતારું છું પછી થોડુંઘણું એને મઠારું છું.

તફાવત છે તારા અને મારા વિષે જાહિદ,

વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022