hajaaro cheraamaan mukhchamak taarii madhurvii - Muktak | RekhtaGujarati

હજારો ચ્હેરામાં મુખચમક તારી મધુરવી

hajaaro cheraamaan mukhchamak taarii madhurvii

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
હજારો ચ્હેરામાં મુખચમક તારી મધુરવી
ઉમાશંકર જોશી

હજારો ચ્હેરામાં મુખચમક તારી મધુરવી

રહેતો ઢૂંઢી હું, મળી તું હતી જ્યાં લગી મને;

અને આજે જ્યારે, પ્રિય તું પડખે બેઠી અહીં છે,

હજારો પેલાં મુખની રહું ઢૂંઢી ચમક હું.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ