giirnii ushaa - Muktak | RekhtaGujarati

ગીરની ઉષા

giirnii ushaa

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
ગીરની ઉષા
અમૃત ઘાયલ

લાલિમા લીલોતરી કિરણાવલિ

જ્યાં જુઓ ત્યાં રૂપ રેલમછેલ છે,

આ ગગન જાણે કળાયલ મોરલો,

આ ધરા જાણે ઢળકતી ઢેલ છે.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં - અમૃત ઘાયલના ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : જયન્ત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981