આજ મારી આંખમાં વેરાન આખો બાગ છે
aaj mari aankhma veran aakho baag chhe
જયંત શેઠ
Jayant Sheth

આજ મારી આંખમાં વેરાન આખો બાગ છે
શું બતાવ્યું આપને કે ઉર મહીં શી આગ છે?
જોઈ કાળો તલ ગુલાબી ગાલ પર, હરખાવ ના
દિલ બળી તણખો ઊડ્યો, એનો પડેલો દાગ છે



સ્રોત
- પુસ્તક : અમર મુક્તકો (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : કૈલાસ પંડિત
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2015
- આવૃત્તિ : (પુનર્મુદ્રણ)