Dhovayo Ur Lep Chandantano Lalee Gai Hothni - Muktak | RekhtaGujarati

ધોવાયો ઉર લેપ ચંદનતણો લાલી ગઈ હોઠની

Dhovayo Ur Lep Chandantano Lalee Gai Hothni

શીલાભટ્ટારિકા શીલાભટ્ટારિકા
ધોવાયો ઉર લેપ ચંદનતણો લાલી ગઈ હોઠની
શીલાભટ્ટારિકા

ધોવાયો ઉર લેપ ચંદનતણો લાલી ગઈ હોઠની

નેત્રો કાજળહીન ને રમણી! કાચા ખીલેલી દિસે

ખોટું બોલતી દૂતિ! બન્ધુજનની તેં જાણી પીડા નહિ

વાપીમાં કરવા તું સ્નાન ગઈ’તી તે દુષ્ટની પાસના.

(અનુ. જશવંતી દવે)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ