અફવાગ્રસ્ત જીવે છે લોકો
Afvagrast Jive Chhe Loko
શિલ્પીન થાનકી
Shilpin Thanki
શિલ્પીન થાનકી
Shilpin Thanki
અફવાગ્રસ્ત જીવે છે લોકો,
લકવાગ્રસ્ત જીવે છે લોકો
પાર વગરના સંશય વચ્ચે
અથવાગ્રસ્ત જીવે છે લોકો
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
