aa chitt shun? - Muktak | RekhtaGujarati

આ ચિત્ત શું?

aa chitt shun?

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
આ ચિત્ત શું?
હરીન્દ્ર દવે

ચિત્ત શું કોઈ ચબૂતરો કે

વિચારપંખી તણી હારમાળા

આવી ચડે ને કરી કલબલાટ

ચણી રહે શેષ રહેલ શાંતિ

ને સ્વસ્થતાની સઘળી મિરાત?

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ