મેં નદી પાસેથી માગી હતી નિર્મળતા મળી
men nadii pasethii maagii hatii nirmaltaa malii

મેં નદી પાસેથી માગી હતી નિર્મળતા મળી
men nadii pasethii maagii hatii nirmaltaa malii
યુસુફ બુકવાલા
Yusuf Bookwala

મેં નદી પાસેથી માગી હતી નિર્મળતા મળી;
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા મળી.
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી!



સ્રોત
- પુસ્તક : કવિતા : મે-જૂન, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન