wasantasparsh - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વસંતસ્પર્શ

wasantasparsh

વિનોદ અધ્વર્યુ વિનોદ અધ્વર્યુ
વસંતસ્પર્શ
વિનોદ અધ્વર્યુ

આ…

યુદ્ધવિધ્વસ્ત ધરા...

ઉધ્વસ્ત...ક્લાન્ત...

હૈયાવ્રણોનાં હિબકાં

હજી માંડ થયાં શાન્ત,

હજી હવામાં મળતી હા...શ,

નિરાંતના એક ક્યાંય શ્વાસ,

ત્યાં—

તપ્ત ને શાપિત ધરા પરે

(જુઓ...જુઓ...આ!)

ડોકાય ફૂલો!

દયામયી કો પરિચારિકા સમી

વસંત ધીરાં પગલાં, અહો! ભરે

અને...

હજી ઊના અવશેષમાંથી

(જુઓ...જુઓ ...શાં!)

ડોકાય ફૂલો!

...નવકૌતુકે ભર્યાં

વસંતસ્પર્શે

શતક્ષતા, તોય હસંત હર્ષે

સમષ્ટિને કૈં વળતો કરાર,

જાણે,

ઈસુ-સ્કંધ પરેથી કોકે

લીધો ઉપાડી જરી

ક્રૂસભાર!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981