વૃદ્ધ
vruddh
હસમુખ પાઠક
Hasmukh Pathak

— ની આંખમાં આકાશ
(છૂટાં વાદળાં કાળાં અને ધોળાં, છવાયું
કોર પર ઢળતા સૂરજનું તેજ) તોળ્યું;
હાથ વાળ્યા ઓશીકે શિર
(બાણશ્ય્યા પર સૂતેલા ભીષ્મનું) સ્થિર;
એક પગ ધરતી અડકતો, લટકતો, હલતો,
અને લંબાઈ ને બીજો રહ્યો ટીંગાઈ હાથા પર;
ધડકતી છાતીમાં નીચો થતો, ઊંચો જતો
વાતાવરણનો પ્રાણવાયુ.
આમ તો આવાં ઘણાં યે માણસો
(આકાશગંગાના ઝબકતા તારકો જેવાં ખીચોખીચ)
બાંકડે સૂતાં, પરંતુ
એક
જે —



સ્રોત
- પુસ્તક : સાયુજ્ય (પૃષ્ઠ ક્રમાંક 26)
- સર્જક : હસમુખ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2018