રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા છે આજ ઠંડા પ્હોરના.
જોઉં છું હું, જોઉં છું હું,
જોઉ છું – જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં કયાંય ના ખટકો!
હવે તો બસ કરું,
જંપું અહીં.
chokni wachche paDela
ek undarna marela
deh par tina ujharDa nhorna
thiji rahya chhe aaj thanDa phorna
joun chhun hun, joun chhun hun,
jou chhun – joto nathi
mari najar to saw khali
ankh jane kachno katko,
ane hun kalje kampun nahin
ne aa hridayman kayanya na khatko!
hwe to bas karun,
jampun ahin
chokni wachche paDela
ek undarna marela
deh par tina ujharDa nhorna
thiji rahya chhe aaj thanDa phorna
joun chhun hun, joun chhun hun,
jou chhun – joto nathi
mari najar to saw khali
ankh jane kachno katko,
ane hun kalje kampun nahin
ne aa hridayman kayanya na khatko!
hwe to bas karun,
jampun ahin
સ્રોત
- પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1983