tame gandhijine joya hata? - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે ગાંધીજીને જોયા હતા?

tame gandhijine joya hata?

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
તમે ગાંધીજીને જોયા હતા?
પ્રિયકાન્ત મણિયાર

એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,

“તમે ગાંધીજીને જોયા હતા?”

ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’

અને ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને

અને બબડી ગયો—

‘ત્યારે અમે તો હીંચતા'તા ઘોડિયામાં

પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે!’

હું હવે કોને કહું કે ‘ના તમે,

તો અમે.’?

સ્રોત

  • પુસ્તક : અશબ્દ રાત્રિ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ
  • વર્ષ : 1959