Talaa Kalaa - Mukta Padya | RekhtaGujarati

તાળાં કાળાં

Talaa Kalaa

સ્વપ્નસ્થ સ્વપ્નસ્થ
તાળાં કાળાં
સ્વપ્નસ્થ

સૂરજને મોઢે દો તાળું,

કાળું.

નિષ્પર્ણ ઊભેલાં વૃક્ષોની નિર્ભ્રમ છાયા ડાળે ડાળે

ઉપરનાં ઊકળતાં તિમિરોદકથી

રાત્રિની લૂ અથડાવા દો!

ભીતરથી રાખ થયેલાંને

સ્પર્શી શકે કોઈ કાળે?

માળે માળે

પેટાવો પીળી તાપણીઓ.

થીજી ગયાં કેસર, ગુલાબ કોમળ

નિર્મળ દલદલ

પર હિમબિન્દુના કાળા કીડા ચરતા તેને

મૃત સુરભિનાં શબને કોતરવા દો.

બંદોબસ્ત કરો અકબંધ!

ચાવી ફેંકી દો નિજની,

સ્મૃતિનાશના ગહ્વરમાં.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ