રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો!
કહો, ચરણ ક્યાં ચાલે?
એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ
તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો,
કશે યે જરીક તો કોઈ અડકો!
જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો?
tagatagto aa taDko,
charekor juone kewi chagdai gai chhe saDko!
kaho, charan kyan chale?
ene ek na rakhyo rasto,
ghanun halawa hawa mathe pan
tasu ya te na khasto,
ahin dharti par nakkar jane dhatu sho tasatasto
saw aDikham paDyo,
kashe ye jarik to koi aDko!
jiddijananun man pan jeni pase lage halawun,
waidehina dhanushyne pan ram kane to chalawun,
giri gowardhanne ye tachli angli upar Dhalawun,
pan aane ogali dewa kon melshe bhaDko?
tagatagto aa taDko,
charekor juone kewi chagdai gai chhe saDko!
kaho, charan kyan chale?
ene ek na rakhyo rasto,
ghanun halawa hawa mathe pan
tasu ya te na khasto,
ahin dharti par nakkar jane dhatu sho tasatasto
saw aDikham paDyo,
kashe ye jarik to koi aDko!
jiddijananun man pan jeni pase lage halawun,
waidehina dhanushyne pan ram kane to chalawun,
giri gowardhanne ye tachli angli upar Dhalawun,
pan aane ogali dewa kon melshe bhaDko?
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 3 – નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 38)
- સંપાદક : જયન્ત પાઠક
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1981