tarDayela paDchhaya - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તરડાયેલા પડછાયા

tarDayela paDchhaya

મનહર મોદી મનહર મોદી
તરડાયેલા પડછાયા
મનહર મોદી

જાઓ.

તરડાયેલા પડછાયા પહોંચાડી આવો

સાગરમાં છે વહાણ ઊભું.

પથ્થરમાંથી માથું ફોડે છે રાત.

ચૌટે ચૌટે ચર્ચા કરવા ભર બપ્પોરે આજે

ઊગ્યો ચાંદ.

કાલ રાતથી કૂકડા ઉપર બેઠો બેઠો આડો અવળો

સૂર્ય ઊંઘે છે.

કૂકડો વેરે તેજ.

કૂકડો સૂરજ.

મિલની ચિમની માછલીએ માછલીએ ઊઘડે બિડાય.

હાથીના દાંતો ચાવીને શહેર એની ઝીણી ઝીણી

આંખો જેવું થાય.

અડધી બોખી ડોશી જેવી

ક્ષિતિજ તણો એકાદો ટુકડો પણ જો માથે પડે

અરે રે!

ભાગો, ભાગો

જાઓ.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 447)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007