suryne shiksha karo - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૂર્યને શિક્ષા કરો

suryne shiksha karo

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
સૂર્યને શિક્ષા કરો
લાભશંકર ઠાકર

મૂક

વાતાયન મહીં ઊભી હતી

શ્યામા.

ગાલનાં અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી

લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી

સૂર્ય સંકોરી ગયો.

માધુર્ય જન્માવી ગયો.

ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો

એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ!

*

ઉદરમાં

આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ

પીંજરામાં ક્લાન્ત ને આકુલ

શ્યામા જોઉં છું, નતશિર.

‘કોણ છે કૃત્યનો કર્તા?'

મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા.

આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.

હું કવિ

તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છુઃ

‘સૂર્યને શિક્ષા કરો.’

કંઠની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું:

‘સૂર્યને શિક્ષા કરો.’

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005