સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો
ઉપર
રેત રેત ને રેત રેતનું રણ
રેતીની આંધી
વચ્ચે
ઊભું
રેતીનું એ ખરતું પંખી
એ
રેતપંખીની રેતીની બે – દિવસરાતની – ખરતી પાંખો.
એ
રેતપંખીની રેતીની બે – સૂર્યચંદ્રની – ખરતી આંખો.
એ
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર
ખરતી રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.
sukkan teekshn salagtan ret retnan swapno
niche
ret retnan raDtan nagro
upar
ret ret ne ret retanun ran
retini andhi
wachche
ubhun
retinun e kharatun pankhi
e
retpankhini retini be – diwasratni – kharti pankho
e
retpankhini retini be – surychandrni – kharti ankho
e
retpankhinan kharkhar khartan pinchhanmanthi kharkhar
kharti ret retni warsha

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 269)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007