sudhamay waruni - Mukta Padya | RekhtaGujarati

સુધામય વારુણી

sudhamay waruni

નિરંજન ભગત નિરંજન ભગત
સુધામય વારુણી
નિરંજન ભગત

એક ચૂમી,

મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી

બસ એક ચૂમી મેં લીધી;

શી સ્વર્ગની સુધા પીધી!

એકેક જેનું બિન્દુ

બિન્દુ નહીં,

પણ ઘેાર વડવાનલ જલ્યો સિન્ધુ!

વળી તો બિન્દુ

પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ!

અહો, બસ એક પણ એક તે કેવી ચૂમી

કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 3 – નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : જયન્ત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981