રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆપણે ક્યારે મળ્યા'તા?....યાદ કંઈ ના!
ટ્રેનમાં, રસ્તા પરે કે કો સભામાં?
ક્યાંય નહીં? ક્યારેય નહીં?
....તો તો ક્ષમા!
પણ કોણ જાણે કેમ તમને દેખતામાં
એમ મનને થઈ ગયું કે ઓળખું છું
બહુ લાંબા સમયથી ઓળખુ છું!
તે એકલા તમને નહી....
કંઈ કેટલી યે વાર ઓચિંતા જ બસ, ઊભા રહી
મારગે ચાલી જતા જન રોકીઆ છે.
કોઈ હસતા, કો મૂંઝાતા....
તો કોઈ ભ્રમરો તંગ કરી ચાલી જતા'તા!
પીઠ કોની ચાલ કોઈ મદભરી કે લંગડાતી
તો હાસ્ય ને ખાંસી ય કોની
સાંભળ્યા જોયાં જ પહેલાં હોય ને....!!
ને ઘણી યે વાર એવું થઈ જતું કે
આ જ રસ્તે, આ સ્થળે, હું એકલો
આવી ગયો છું;
દૂર પેલા વૃક્ષની નીચે જરી હું
બે ─ ઘડી બેસી ગયો છું!
પણ જવા દો વાત !
તમારી આંખમાં હું કંપને નીરખી રહ્યો છું.
નહી?.... તો તો ઘણો આભાર!
....સાચું પુછાવો તો મને
એનો જ ભય છે!
બસ!.... જશેા!
પણ આટલું થોભ્યા ભલા
તો એક વાત હજી કહું?
કેટલીયે વાર મિત્રો ઓળખીતાઓ
અરે! સ્વજનો ય કોઈ
સાવ અજાણ્યા જ લાગે છે.
કોઈ વેળા તેા ખરેખર,
એમનું પેલું સદાનું બોલવું ને ચાલવું
કે નીરખવું
એવાં જ કંઈ થઈ જાય છે કે
સાંભળ્યાં જોયાં કદી ના હોયને....!!
.... પણ એમની શી વાત?
કયારેક તે મુજને ય એવું થાય છે કે
હું ખરેખર, કોઈ બીજો તો નથી ને?
કદી તમને ય એવું....
....રે, તમે તો વાકય પૂરુ
સાંભળ્યા વિણ,
હાથ તો ઠીક, નેણને પણ મેળવ્યા વિણ,
.... ચાલી ગયા ને!!...
(૯ મે, ૧૯૬૦)
aapne kyare malyata? yaad kani na!
trenman, rasta pare ke ko sabhaman?
kyanya nahin? kyarey nahin?
to to kshama!
pan kon jane kem tamne dekhtaman
em manne thai gayun ke olakhun chhun
bahu lamba samaythi olakhu chhun!
te ekla tamne nahi
kani ketli ye war ochinta ja bas, ubha rahi
marge chali jata jan rokia chhe
koi hasta, ko munjhata
to koi bhramro tang kari chali jatata!
peeth koni chaal koi madabhri ke langDati
to hasya ne khansi ya koni
sambhalya joyan ja pahelan hoy ne !!
ne ghani ye war ewun thai jatun ke
a ja raste, aa sthle, hun eklo
awi gayo chhun;
door pela wrikshni niche jari hun
be ─ ghaDi besi gayo chhun!
pan jawa do wat !
tamari ankhman hun kampne nirkhi rahyo chhun
nahi? to to ghano abhar!
sachun puchhawo to mane
eno ja bhay chhe!
bas! jashea!
pan atalun thobhya bhala
to ek wat haji kahun?
ketliye war mitro olkhitao
are! swajno ya koi
saw ajanya ja lage chhe
koi wela tea kharekhar,
emanun pelun sadanun bolawun ne chalawun
ke nirakhawun
ewan ja kani thai jay chhe ke
sambhalyan joyan kadi na hoyne !!
pan emni shi wat?
kayarek te mujne ya ewun thay chhe ke
hun kharekhar, koi bijo to nathi ne?
kadi tamne ya ewun
re, tame to wakay puru
sambhalya win,
hath to theek, nenne pan melawya win,
chali gaya ne!!
(9 mae, 1960)
aapne kyare malyata? yaad kani na!
trenman, rasta pare ke ko sabhaman?
kyanya nahin? kyarey nahin?
to to kshama!
pan kon jane kem tamne dekhtaman
em manne thai gayun ke olakhun chhun
bahu lamba samaythi olakhu chhun!
te ekla tamne nahi
kani ketli ye war ochinta ja bas, ubha rahi
marge chali jata jan rokia chhe
koi hasta, ko munjhata
to koi bhramro tang kari chali jatata!
peeth koni chaal koi madabhri ke langDati
to hasya ne khansi ya koni
sambhalya joyan ja pahelan hoy ne !!
ne ghani ye war ewun thai jatun ke
a ja raste, aa sthle, hun eklo
awi gayo chhun;
door pela wrikshni niche jari hun
be ─ ghaDi besi gayo chhun!
pan jawa do wat !
tamari ankhman hun kampne nirkhi rahyo chhun
nahi? to to ghano abhar!
sachun puchhawo to mane
eno ja bhay chhe!
bas! jashea!
pan atalun thobhya bhala
to ek wat haji kahun?
ketliye war mitro olkhitao
are! swajno ya koi
saw ajanya ja lage chhe
koi wela tea kharekhar,
emanun pelun sadanun bolawun ne chalawun
ke nirakhawun
ewan ja kani thai jay chhe ke
sambhalyan joyan kadi na hoyne !!
pan emni shi wat?
kayarek te mujne ya ewun thay chhe ke
hun kharekhar, koi bijo to nathi ne?
kadi tamne ya ewun
re, tame to wakay puru
sambhalya win,
hath to theek, nenne pan melawya win,
chali gaya ne!!
(9 mae, 1960)
સ્રોત
- પુસ્તક : પૂર્વા (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : રમેશ જાની
- પ્રકાશક : અક્ષરા (મુંબઈ) પ્રકાશન
- વર્ષ : 1984