રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવરાળની રુંવાટી પર હું થરકું
સરકું શ્વેત કમળની નાભિમાં-
જ્યાં
વિશ્વો રજકણ થઈને ઊડે
સચરાચરના તંગ મત્ત હોલ્લારા ઊડે
ફૂંકાતા, ફેલાતા, રગરગ વિખરાતા
જ્યાં
પ્રાણ સકળ ભૂત એક પિણ્ડમાં,
લહેરાતાં, લહેરાતાં કૈં લહેરાય
સ્વરોનાં વ્હાણ;
ખોદતું જાય
કશું
કૈં
સાગરનાં તળ ઊંડે ઊંડે
સાગરતળમાં અણપ્રિચ્છ્યાં આકાશ જઈને બૂડે
પંખીનો ચ્હેંકાર ઊડે
ને
ગર્ભમાં સરકું સ્હેજ,
રે થરકું સ્હેજ –
ને કંપે શબ્દસપાટી ભૂર્જપત્રમાં!
waralni runwati par hun tharakun
sarakun shwet kamalni nabhiman
jyan
wishwo rajkan thaine uDe
sachracharna tang matt hollara uDe
phunkata, phelata, ragrag wikhrata
jyan
pran sakal bhoot ek pinDman,
laheratan, laheratan kain laheray
swronan whan;
khodatun jay
kashun
kain
sagarnan tal unDe unDe
sagaratalman anaprichchhyan akash jaine buDe
pankhino chhenkar uDe
ne
garbhman sarakun shej,
re tharakun shej –
ne kampe shabdaspati bhurjpatrman!
waralni runwati par hun tharakun
sarakun shwet kamalni nabhiman
jyan
wishwo rajkan thaine uDe
sachracharna tang matt hollara uDe
phunkata, phelata, ragrag wikhrata
jyan
pran sakal bhoot ek pinDman,
laheratan, laheratan kain laheray
swronan whan;
khodatun jay
kashun
kain
sagarnan tal unDe unDe
sagaratalman anaprichchhyan akash jaine buDe
pankhino chhenkar uDe
ne
garbhman sarakun shej,
re tharakun shej –
ne kampe shabdaspati bhurjpatrman!
સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (1950-2010) (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : કમલ વોરા, પ્રવીણ પંડ્યા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 2017