રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું સ્નિગ્ધમાં સરકતો....
નભને અડી જતો
બે વ્યોમ હ્યાં તે લળતાં લગોલગ
ભરાયલાં જે પયના ભવિષ્યથી
ઘેરાયલાં લોચન અંધ, ઊઘડે
અંધારનું મંદિર, સ્પર્શ-સ્પર્શની
જ્યાં જ્યોત જાગે શર જેવી તીક્ષ્ણ
ફેલાયલા પવનથી ધ્રૂજતી અડી જતી
અંધારનું કાજળ ઘટ્ટ પાડતી
આ માંસ-માયા લઘુ અસ્થિ છાઈ
સર્વત્ર જે ગોરસ–સ્વાદ વ્યાપી
ત્યાં નાકમાં નાક-વિહંગ ગેલતાં
ને હોઠમાં હોઠ પ્રવેશી જાતાં
કો ગ્રીષ્મના રિક્ત તળાવની તૃષા
ઝઝૂમતો કુંતલ ધોધ છૂટ્યો
ભીંજાઈ રહેતો, જલના પ્રવાહ-શો
વેગેભર્યું ઝરણ ત્યાં મુજ રક્તનું ક્યાં
પામી જવા શિખર કોઈ અજાણ શૈલનું
ઊંચે ચઢે ધસમસ્યું, અણીદાર શીર્ષે
પ્હોંચ્યુ અને...
ત્યાં તે પડ્યા તારક છિન્નભિન્ન
અંધાર ઘેર્યા લઘુ ઓરડામાં....
-વેરણિયા સુદીર્ઘ
વ્હેરી રહ્યા ને થડ એક, ભિન્ન
એ ભાગમાં ઢળી પડ્યું, કહીં એક, બીજું
આઘું વળી અવશ ક્યાં....
અંધાર કમ્પી ઢળી નીંદમાં પડ્યો!
hun snigdhman sarakto
nabhne aDi jato
be wyom hyan te laltan lagolag
bharaylan je payna bhawishythi
gheraylan lochan andh, ughDe
andharanun mandir, sparsh sparshni
jyan jyot jage shar jewi teekshn
phelayla pawanthi dhrujti aDi jati
andharanun kajal ghatt paDti
a mans maya laghu asthi chhai
sarwatr je goras–swad wyapi
tyan nakman nak wihang geltan
ne hothman hoth praweshi jatan
ko grishmna rikt talawni trisha
jhajhumto kuntal dhodh chhutyo
bhinjai raheto, jalna prawah sho
wegebharyun jharan tyan muj raktanun kyan
pami jawa shikhar koi ajan shailanun
unche chaDhe dhasmasyun, anidar shirshe
phonchyu ane
tyan te paDya tarak chhinnbhinn
andhar gherya laghu orDaman
weraniya sudirgh
wheri rahya ne thaD ek, bhinn
e bhagman Dhali paDyun, kahin ek, bijun
aghun wali awash kyan
andhar kampi Dhali nindman paDyo!
hun snigdhman sarakto
nabhne aDi jato
be wyom hyan te laltan lagolag
bharaylan je payna bhawishythi
gheraylan lochan andh, ughDe
andharanun mandir, sparsh sparshni
jyan jyot jage shar jewi teekshn
phelayla pawanthi dhrujti aDi jati
andharanun kajal ghatt paDti
a mans maya laghu asthi chhai
sarwatr je goras–swad wyapi
tyan nakman nak wihang geltan
ne hothman hoth praweshi jatan
ko grishmna rikt talawni trisha
jhajhumto kuntal dhodh chhutyo
bhinjai raheto, jalna prawah sho
wegebharyun jharan tyan muj raktanun kyan
pami jawa shikhar koi ajan shailanun
unche chaDhe dhasmasyun, anidar shirshe
phonchyu ane
tyan te paDya tarak chhinnbhinn
andhar gherya laghu orDaman
weraniya sudirgh
wheri rahya ne thaD ek, bhinn
e bhagman Dhali paDyun, kahin ek, bijun
aghun wali awash kyan
andhar kampi Dhali nindman paDyo!
સ્રોત
- પુસ્તક : સ્પર્શ (પૃષ્ઠ ક્રમાંક 12)
- સર્જક : પ્રિયકાન્ત મણિયાર
- પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
- વર્ષ : 1966