રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચન્દ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ....
chandrkantno bhangi bhukko kariye
ચન્દ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યોં જે ભેજ,
—બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે
દેશકાળને દર્પણ એના ડાઘ પડે છેઃ
ચન્દ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
ભારેખમ એ ખડક,
નથી ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
છતાં કોરીકટ એની માટી!
વંટોળો ફૂંકાય,
છતાંયે એનો શઢ ન હવા પકડતો!
લંગર પકડી એ તો લટક્યા કરતો!
શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.
ચન્દ્રકાન્તના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં!
ચન્દ્રકાન્તથી હવા બગડશે,
જલમાં ઝેર પ્રસરશે.
એનાં જે ખંડેરો - એને ખતમ કરી દો વ્હેલાં પ્હેલાં,
એને અહીં સાફ કરી દો વ્હેલાં પ્હેલાઃ
એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
ખોટી રાત પડી છે:
ચન્દ્રકાન્તને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચ ન્દ્ર કા ન્ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ.....
chandrkantno bhangi bhukko kariye
ena manman khali samay saDe chhe
chapti nabh ne chapti mati,
chapti wayu, chapti tej,
jara malyon je bhej,
—badhunye wyarth wyarth bagDe chhe
deshkalne darpan ena Dagh paDe chhe
chandrkantno chhero bhunsi daiye;
ene werawikher karine aa dhartiman dharbi daiye
bharekham e khaDak,
nathi uchhalwano mojanthi;
warse wadal lakh,
chhatan korikat eni mati!
wantolo phunkay,
chhatanye eno shaDh na hawa pakaDto!
langar pakDi e to latakya karto!
shwas karoDo Dhinchi,
paDchhaya sewya chhe ene ankho minchi
chandrkantna man par leel chaDhi chhe;
ek machhli, warsothi, ko galman baddh paDi chhe
ketketli taraD paDi chhe, jyan jyan enan charan paDyan tyan!
chandrkantthi hawa bagaDshe,
jalman jher prasarshe
enan je khanDero ene khatam kari do whelan phelan,
ene ahin saph kari do whelan phela
eni ankhe surya paDya chhe khota,
ane tyarthi diwas paDya chhe khota,
khoti raat paDi chheh
chandrkantne jhatpat halthi bhangi khetar sapat kariye,
cha ndr ka nta ne bhan gi ka na ka na kha la sa ka ri e
chandrkantno bhangi bhukko kariye
ena manman khali samay saDe chhe
chapti nabh ne chapti mati,
chapti wayu, chapti tej,
jara malyon je bhej,
—badhunye wyarth wyarth bagDe chhe
deshkalne darpan ena Dagh paDe chhe
chandrkantno chhero bhunsi daiye;
ene werawikher karine aa dhartiman dharbi daiye
bharekham e khaDak,
nathi uchhalwano mojanthi;
warse wadal lakh,
chhatan korikat eni mati!
wantolo phunkay,
chhatanye eno shaDh na hawa pakaDto!
langar pakDi e to latakya karto!
shwas karoDo Dhinchi,
paDchhaya sewya chhe ene ankho minchi
chandrkantna man par leel chaDhi chhe;
ek machhli, warsothi, ko galman baddh paDi chhe
ketketli taraD paDi chhe, jyan jyan enan charan paDyan tyan!
chandrkantthi hawa bagaDshe,
jalman jher prasarshe
enan je khanDero ene khatam kari do whelan phelan,
ene ahin saph kari do whelan phela
eni ankhe surya paDya chhe khota,
ane tyarthi diwas paDya chhe khota,
khoti raat paDi chheh
chandrkantne jhatpat halthi bhangi khetar sapat kariye,
cha ndr ka nta ne bhan gi ka na ka na kha la sa ka ri e
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 208)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004