nam lakhi daun - Mukta Padya | RekhtaGujarati

નામ લખી દઉં

nam lakhi daun

સુરેશ દલાલ સુરેશ દલાલ
નામ લખી દઉં
સુરેશ દલાલ

ફૂલપાંદડી જેવી કોમળ

મત્ત પવનની આંગળીએથી

લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!

અધીર થઈને કશુંક કહેવા

ઊડવા માટે આતુર એવા

પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જયાં ફરકે...

ત્યાં તો જો—

વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો

તરંગની લયલીલાના કલશોર મદીલો ધબકે...

વક્ષ ઉપરથી

સરી પડેલા છેડાને તું સરખો કરતાં

ઢળી પાંપણે ઊંચે જોતી

ત્યારે તારી માછલીઓની

મસ્તી શી બેફામ...

લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં.

તવ મેંદી રંગ્યાં હાથ,

લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989