રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપરોઢ થાતાં, સૂર્યકિરણના પહેલા સ્પર્શે
parodh thata, suryakiranna pahela sparshe
સંજય પંડ્યા
Sanjay Pandya
પરોઢ થાતાં, સૂર્યકિરણના પહેલા સ્પર્શે
parodh thata, suryakiranna pahela sparshe
સંજય પંડ્યા
Sanjay Pandya
પરોઢ થાતાં, સૂર્યકિરણના પહેલાં સ્પર્શે
નળિયાં સૌ સોનેરી લાગે,
આળસ મરડી, નળિયાંનું ત્યાં ઊભા થવું
ને કિરપોદાદો મંત્રગાનથી
ફળિયું આખું ગજવે.
તુલસીક્યારે, લજ્જાના શણગાર ધરીને
હેતલવહુનું, તાંબાના ચકચકતા લોટે,
જળની ધારે,
સૂર્યદેવનું સમરણ મીઠું લાગે.
ખભે ભેરવી ડાંગ,
રબારી જેહો જ્યારે સાદ પાડતો
ગામ વચેથી નીકળે ત્યારે
ગાયભેંસનું ધણ આખુંયે
પુચ્છ ઉલાળી હફરક કરતું નીકળે.
સીમહેવાયો રણમલકાકો,
સાફામાં સૂરજને બાંધી
ગાડું લઈને ખેતર જાવા નીકળે.
વખત-રેંટ-મૂઠ-નારનો સાંજે
છોડેલો એ દાવ લેવાને
છૈયાં સઘળાં ઊમટે...
ગમાણમાં બાંધી રાખેલી પાડી એની
કૌતુક નજરે દુનિયા આખી નીરખે...
સ્રોત
- પુસ્તક : તાજી હવાનો કૅફ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : સંજય પંડ્યા
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2003