ek wriddhani sanj - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક વૃદ્ધાની સાંજ

ek wriddhani sanj

નલિન રાવળ નલિન રાવળ
એક વૃદ્ધાની સાંજ
નલિન રાવળ

જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી

ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.

ચ્હેરા ઉપર કરચોલીઓની ભુલભુલવણી મહીં

આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.

ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ

હવામાં સ્થિર ના થઈ તહીં....

ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી

પૂછે :

‘એ કોણ છે?

ને હોઠ પર અંગાર કોણે મૂક્યો?

ને લોહી કોનું હસે છે?’

જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.

ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લગી ગયાં.

સ્રોત

  • પુસ્તક : અવકાશપંખી (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : યોગેશ જોષી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2015