retpankhi - Mukta Padya | RekhtaGujarati

રેતપંખી

retpankhi

નલિન રાવળ નલિન રાવળ
રેતપંખી
નલિન રાવળ

સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો

નીચે

રેત રેતનાં રડતાં નગરો

ઉપર

રેત રેત ને રેત રેતનું રણ

રેતીની આંધી

વચ્ચે

ઊભું

રેતીનું ખરતું પંખી

રેતપંખીની રેતીની બે દિવસરાતની ખરતી પાંખો.

રેતપંખીની રેતીની બે સૂર્યચંદ્રની ખરતી આંખો.

રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર

ખરતી રેત રેતની વર્ષા

નીચે

સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો

નીચે

રેત રેતનાં રડતાં નગરો.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 269)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007