sainikanun mrityu - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૈનિકનું મૃત્યુ

sainikanun mrityu

નલિન રાવળ નલિન રાવળ
સૈનિકનું મૃત્યુ
નલિન રાવળ

બરફ-થીજેલી પ્હાડ સોડમાં

મરણ પાથરી સઘળા સૈનિક સાથ સૂતા.

(સૂરજનાં કિરણો ડૂબ્યાં).

તારો નીકળ્યો:

સૂનકાર હલ્યો.

તારા નીકળ્યા;

વાયુનાં ખંડેર હલ્યાં.

થીજ્યા પગલે

ધીરે ધીરે.

ગામે ગામે,

તારાઓએ તારાઓને મૃત સૈનિકની કીધી વાત,

તારાએ તારાએ ઢોળ્યાં આંસુઓથી ભીંજવી રાત.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008