mrityu ek sarariyal anubhaw - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મૃત્યુ । એક સરરિયલ અનુભવ

mrityu ek sarariyal anubhaw

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
મૃત્યુ । એક સરરિયલ અનુભવ
સિતાંશુ યશશ્ચંદ્ર

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડયા

કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.

ભડક્યા સામી છાતી અડઘાં કરું બંધ જ્યાં કમાડ

ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ

પાંપણ તોડી તોડ્યા ખડકો

ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.

સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું

મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું

અંદરથી ત્યાં

ક્યાં ક્યાં ક્યાં ક્યાં

ખરી પછાડી પુચ્છ ઉછાડી દોડ્યા

ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 334)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004