khiskolio - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શિશિરની રાત્રિમાં ઠરી ગઈ

અગાસી થકી ઊભી ઊભી રહી ભીંતને

સ્હેજમાં તેજથી સૂર્ય હૂંફવી રહ્યો ત્યાં તો

સેલતી ગેલતી

સુપ્ત સંતાયલી

ક્યાંકથી છટકીને આવી ના હોય શું એવી ઉતાવળે

મચી ગઈ મોજમાં

ઘડી અહીં ઘડી તહીં

ઘડી ઊઁચે ઘડી નીચે

–ભેરુ જાણે બધા નીર ન્હાવા પડ્યા–

નીરવ કિલ્લોલને શો ચગાવ્યો હવામાં અહીં!

નિત્યની ભીંત જે સાવ ચોરસ રહી વર્તુલ બની;

પલકમાં પુચ્છની પીંછી ચીતરી ગઈ

માહરી આંખમાં ઝૂલતાં વૃક્ષ કૈં સામટાં.

સ્રોત

  • પુસ્તક : અશબ્દ રાત્રિ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ
  • વર્ષ : 1959