kawinun mrityu - Mukta Padya | RekhtaGujarati

કવિનું મૃત્યુ

kawinun mrityu

હસમુખ પાઠક હસમુખ પાઠક
કવિનું મૃત્યુ
હસમુખ પાઠક

ચોકની વચ્ચે પડેલા

એક ઉંદરના મરેલા

દેહ પર તીણા ઉઝરડા ન્હોરના

થીજી રહ્યા છે આજ ઠંડા પ્હોરના.

જોઉં છું હું, જોઉં છું હું,

જોઉ છું જોતો નથી.

મારી નજર તો સાવ ખાલી

આંખ જાણે કાચનો કટકો,

અને હું કાળજે કંપું નહીં

ને હૃદયમાં કયાંય ના ખટકો!

હવે તો બસ કરું,

જંપું અહીં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983