banya kare - Mukta Padya | RekhtaGujarati

બન્યા કરે

banya kare

હસિત બૂચ હસિત બૂચ
બન્યા કરે
હસિત બૂચ

એવું તો ભઈ, બન્યા કરે

કે

સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય.

ફૂલ અકારણ કાંટો થાય;

ભઈ,

તેથી કંઈ

હતું ફૂલ, ન્હોતું કહેવાય?

મળિયો મારગ તજી જવાય?

એવુંયે અહીં બન્યા કરે

પ્હાડ પડ્યા રે’, પગને ફૂટે પાંખો,

કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો;

ભલે

પળ રહ્યા કરાય!

ભલે

વિરલ એ:

વિતથ કેમ એને કહેવાય?

એવું તો અહીં બન્યા કરે,

કે-

એવુંય ભઈ, બન્યા કરે.

કે-

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 182)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004