shabrinan bor ane ramanun duhakh - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શબરીનાં બોર અને રામનું દુ:ખ

shabrinan bor ane ramanun duhakh

પવનકુમાર જૈન પવનકુમાર જૈન
શબરીનાં બોર અને રામનું દુ:ખ
પવનકુમાર જૈન

શબરીએ બોર ચાખ્યાં,

તો ભલે ચાખ્યાં.

રામનું દુ:ખ હું સમજું છું.

ભગવાન બનવું હોય,

તો ખાટાં બોર

ખાવાની જબરદસ્ત મજા

ધરાર જતી કરવી પડે.

સ્રોત

  • પુસ્તક : ૬૫ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : પવનકુમાર જૈન
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2012