drig - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દૃગ દડે ને

લખોટી સમાં, ઢાળ હોય ત્યાં ઢળે,

ઢાલ હોય ત્યાં લડે : ટકરાઈ પાછાં ફરે,

પોલાણ હોય ત્યાં સરે,

સમથળ ભૂમિ પર જો હલેચલે

તો જરાક

ને સ્થિર થઈ ના ચસે

હોય જ્યાં ખંજન.

મોસમમાં ચહે ટેરવું

રહે અડોઅડ

ને નહીં તો અંધારું ખાનું

પડ્યાં રહે ને

ખૂલે ત્યારે ધસી જાય...ને દડે.

દડે ને...

સ્રોત

  • પુસ્તક : શરૂઆત (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : મહેશ શાહ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1982