hun jiwun chhun - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું જીવું છું

hun jiwun chhun

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
હું જીવું છું
મણિલાલ દેસાઈ

હું જીવું છું:

નવોઢા કોઈ જાણે

અંગમાં જેના કશું લાવણ્ય ના.

હું જીવું છું:

જીર્ણ કો ઘડિયાળનો કાંટો;

હવે તો કણસતો દર્દી બની.

હું:

હમણાં જે પાડી ગયો પગલાં

ઝંઝાવાત?

ના.

હમણાં જે છલક્યો,

સૂરજને હાથતાળી દઈ જરા મલક્યો,

દરિયો?

ના.

હમણાં જે રસ્તાકિનારે રૈ ઊભું

હીબકાં ભરે કોઈ ત્યજાયેલું શિશું;

એ?

ના.

યે નહીં, યે નહીં, યે નહીં.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2