sakhya - Mukta Padya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મળી ગયાં ટ્રેન મહીં અચિંત

અમે પ્રવાસી અણજાણ એવાં

બારીની બ્હાર નીરખી રહી 'તી

છટા ભરી ખીલી રહી 'તી ચાંદની

ને

હુંય એના મુખપે છવાયલી

નીરખી રહ્યો 'તો રમણીય રાગિણી

ત્યાં

સદ્ય કેવી ઘૂમવી ગ્રીવાને

વ્હેતું મૂકી નમનીય હાસ્ય

સાશ્ચર્ય નેત્રે નીરખી કહે:

એ.... જાય.

કિલકારતી કૂંજડીઓની હાર....

વાત વીત્યે વર્ષો વહી ગયાં

ક્યાં?

હું ક્યાં?

છતાંય આજે

રમણીય રાત્રે

નિહાળતો અંતર-આભ ઊંડે

છવાયલી મંજુલ ચાંદનીમાં

કિલકારતી જાય

ઓ... જાય...

કિલકારતી કૂંજડીઓની હાર

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 270)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007