ashabd ratriman - Mukta Padya | RekhtaGujarati

અશબ્દ રાત્રિમાં

ashabd ratriman

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
અશબ્દ રાત્રિમાં
પ્રિયકાન્ત મણિયાર

મટુકીને

જાણ કશી થાય

સૂતેલ એવા જલને જગાડ્યું,

બીતાં બીતાં મેં;

જરી થોડું પીધું,

પીધા પછી પાત્ર વિષે વધ્યું તે

ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;

મજલેથી ત્રીજે

તે તો વહ્યું છેક જતાં જતાં તળે

ધીરે ધીરે પાઇપમાં લપાયલી

હેમંતની શીતલ શાંતિના સ્વરો

જગાડતું

જંપી ગયું ક્ષણોમાં.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989