આકાર આપો
Aakar Aapo
ફકીરમહંમદ મનસુરી
Fakir Muhammad Mansoori

હે શબ્દની મધમાખીઓ,
અણગણ્યાં કૈં ફૂલ મારા ઉરમહીં
શતશતદલે ઇજન તમોને દઈ રહ્યાં,
આવો,
બધાં વલાઈ જઈ વિખરી પડે તે પૂર્વ આવો.
નાહક નકામા શબ્દની
ચોમેર ઊડતી બણબણે છે માખીઓ!
હક તમારો તે લઈ જાઓ,
સંચિત સકલ મારું કરી સંચિત
મને આકાર આપો.



સ્રોત
- પુસ્તક : બૃહદ ઈજન અને... (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : મહેન્દ્ર નાઈ, ઈમદાદ મનસુરી
- પ્રકાશક : સ્મૃતિ પ્રકાશન, આણંદ
- વર્ષ : 2023
- આવૃત્તિ : 3